Sunday - Jun 28, 2026

મોરબી નજીક સેનેટરીના કારખાનામાં કિલન બ્લાસ્ટ, સદનસીબે જાનહાની ટળી

મોરબી નજીક સેનેટરીના કારખાનામાં કિલન બ્લાસ્ટ, સદનસીબે જાનહાની ટળી

મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર આવેલ એક સેનેટરીના કારખાનામાં ગત મોડી રાત્રે કોઈ કારણોસર અચાનક જ કિલનમાં બ્લાસ્ટ થતા થોડીવાર માટે અફડાતફડી મચી ગઇ હતી. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હોવાથી સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો.

મોરબીના પીપળી રોડ ઉપર આવેલા વોટેરો સેનેટરી નામના કારખાનામાં ગત મોડી રાત્રે કોઈ કારણસર કિલનમાં બ્લાસ્ટ થયો હતો. જેને કારણે વચ્ચેનો 20 મીટરનો જે ફાયરિંગ ઝોન હોય તેમાં મોટી નુકસાની સર્જાય છે. પણ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હોવાનું સામે આવ્યું છે. આ બાબતે ભરતભાઇ ભેંસદડીયાએ જણાવ્યું કે ક્યાં કારણે બ્લાસ્ટ થયો તે હજુ સામે આવ્યું નથી. આજે એફએસએલ દ્વારા તપાસ કર્યા બાદ જ સાચું કારણ બહાર આવશે.