Friday - Jul 03, 2026

સાંસદ વિનોદ ચાવડાનું નામ વટાવી ગણપતિનો ફાળો ઉઘરાવતો ઠગ ઝબ્બે

સાંસદ વિનોદ ચાવડાનું નામ વટાવી ગણપતિનો ફાળો ઉઘરાવતો ઠગ ઝબ્બે

અંજારના વરસામેડી નજીક રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં ફરિયાદી મોહિત પ્રભાકરને હું સાંસદ વિનોદ ચાવડા બોલું છું ગણપતિ મહોત્સવનો ફાળો આપો કહેતા આ ચીટર ઉપર વિશ્વાસ કરીને મોહિત પ્રભાકરે પંદર હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યાં હતા.જો કે, બાદ ખરાઈ કરતાં સાંસદ વિનોદ ચાવડાના નામે કોઈ ચીટર તેમને મુરખ બનાવી ગયો હોવાનું સ્પષ્ટ થતા પોલીસ ફરિયાદ કરી હતી. બીજી તરફ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અમદાવાદના નિકોલમાં રહેતા આરોપી રીતેષ જોશીને દબોચી લીધો હતો. આરોપી રીતેશે સાંસદ ચાવડાના નામે અનેક લોકોને ફોન કરીને રૂપિયા પડાવ્યાં હોવાનું સામે આવ્યું છે. આ ચીટર વિરુધ્ધ અગાઉ પધ્ધર પોલીસ મથકે ચીટીંગની ફરિયાદ દાખલ થયેલી જેમાં આરોપીએ બીકેટી કંપનીના જનરલ મેનેજર સમક્ષ સાંસદ ચાવડાનું નામ વટાવીને ગાંધીધામમાં ભંડારો કરવાના બહાને સાડા ચાર લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો