માળીયા (મી.) : માળીયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેકવાર પોલીસ ચોપડે ચડી ચૂકેલા યુસુબ કાદર, ફારૂક દિલાવર અને અકબર કાસમના ઘરે પી.જી.વી.સી.એલ. કચેરી પીપળીયાના નાયબ ઈજનેર એ.એસ.અંબાણી તથા જુનિયર ઈજનેર એ.એ.જાડેજા તેમજ તેમના સ્ટાફ સાથે ચેકીંગ કરતા ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવ્યું હતું. તેઓને રૂ. 3,20,000નો દંડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. તેમ યાદીમાં જણાવાયું છે.