Tuesday - May 05, 2026

ટંકારા નજીક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલ બાળકની સાર સંભાળ રાખતી પોલીસ

ટંકારા નજીક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલ બાળકની સાર સંભાળ રાખતી પોલીસ

મોરબી : ટંકારા નજીક બે દિવસ પહેલા ત્યજી દેવાયેલી અને જમીનમાં દાટી દીધેલું જીવિત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. આથી પોલીસે સંવેદના દાખવી આ બાળકની સાર સંભાળ રાખી છે. ટંકારા પોલીસે આ બાળકને જીવનની કીટ આપી મદદરૂપ બનીને પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું ચરિતાર્થ કર્યું છે.
 

ટંકારા નજીક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલ બાળકની સાર સંભાળ રાખતી પોલીસ

પોલીસ મહાનિરીક્ષક 
રાજકોટ રેન્જ અશોકકુમાર તથા મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જિલ્લામાં મહીલા અને બાળકોના બનેલ બનાવોમાં સંવેદનશીલ રહી કામગીરી કરવા સુચના આપી છે. તેને આધારે ડીવાયએસપી સમીર સારડા અને ટંકારા પીઆઇ કે.એમ.છાસીયા,  ટંકારા પોલીસ સ્ટેશન તથા સી ટીમના મહીલા પો.કોન્સ. નિજુબેન કિશોરભાઇ, મોનીકાબેન ભરતભાઇ તથા અન્ય પોલીસ સ્ટાફ સાથે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એ પાર્ટના ગુના મુજબ  ટંકારા તાલુકાના ધુનડા (સજનપર) ગામની સીમ નવાગામ રોડ, લક્ષદિપ કારખાના સામે વીડીમાથી તા.૧૯/૦૩/૨૦૨૫ ના રોજ એક ત્યજી દેવાયેલ પુરૂષ જાતીનુ બાળક ઉમર વર્ષ આશરે ત્રણ થી ચાર દિવસ નુ મળી આવેલ હોય જેની સાર સંભાળ રાખવા સારૂ ટંકારા પોલીસ સ્ટાફની સી ટીમ દ્વારા સતત બાળકની દેખરેખમાં હાજર રહી બાળકના સાર સંભાળ માટે બેબીકેર કીટ તથા નવા કપડાની વ્યવસ્થા કરી હોસ્પીટલની રૂબરૂ મુલાકાત લઇ ફરજ પરના ડૉકટર સાથે બાળકની તબીયત અંગે સતત ચર્ચા કરેલ અને સી ટીમના મહીલા પોલીસ કર્મચારીઓ દ્વારા મળી આવેલ બાળકની કેરટેકર તરીકે બનતી પુરેપુરી મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર હોવાના સુત્રોને સાર્થક કર્યા હતા.