Sunday - Apr 26, 2026

મોરબીના જાણીતા સિરામિક ગ્રુપ ઉપર આઇટીનું સર્ચ ઓપરેશન

મોરબીના જાણીતા સિરામિક ગ્રુપ ઉપર આઇટીનું સર્ચ ઓપરેશન

રાજકોટ ઇન્કમટેક્સના 250થી વધુ અધિકારીઓ દ્વારા 40 સ્થળે તપાસ

મોરબી : સિરામિક નગરી મોરબીમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. રાજકોટ ઇન્કમટેક્સ દ્વારા શરૂ કરવામાં આવેલ મેગા ઓપરેશનમાં 250થી વધુ અધિકારીઓ જોડાયા છે અને સિરામિક ઉદ્યોગપતિ ઉપરાંત બિલ્ડર તેમજ અન્ય મોટા માથાને ત્યાં 40 સ્થળોએ તપાસ ચાલુ કરવામાં આવી છે.

ઇન્કમટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારે વહેલી સવારથી મોરબીના જાણીતા લેવીસ સિરામિક ગ્રુપ ઉપર રાજકોટ ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડયા છે. ઇન્કમટેક્સના આ દરોડામા 40 સ્થળોએ તપાસ ચાલુ હોવાનું અને 250 જેટલા અધિકારીઓ દ્વારા સર્ચ શરૂ કરવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વધુમાં ઇન્કમટેક્સના આ દરોડામાં મોરબીના મોટા ગજાના બિલ્ડર તેમજ જમીનના ધંધાર્થીને ત્યાં પણ તપાસનો દૌર લંબાયો હોવાનું જાણવા મળે છે.

મોરબીના જાણીતા સિરામિક ગ્રુપ ઉપર આઇટીનું સર્ચ ઓપરેશન