Sunday - Apr 26, 2026

મોરબીની ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની નવી ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો.

મોરબીની ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની નવી ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો.

મોરબી: ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA), મોરબી બ્રાન્ચની વર્ષ ૨૦૨૪-૨૫ની ટીમનો કાર્યકાળ પૂરો થતા, ૧૫ સપ્ટેમ્બરના રોજ નવા વર્ષ માટે દેવ ફાર્મ પાર્ટી પ્લોટ, એસ.પી. રોડ ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો હતો.

​આ સમારોહમાં IMAની ગત ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. સાથે જ, વર્ષ ૨૦૨૫-૨૬ માટે નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ડૉ. સુષ્મા દુધરેજીયાને પ્રેસિડેન્ટ, ડૉ.દિપ ભાડજાને સેક્રેટરી અને ડૉ. જયેશ સનારિયાને ખજાનચી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
     ​નવી ટીમને ગત ટીમના હોદ્દેદારો પ્રેસિડેન્ટ ડૉ. અંજના ગઢિયા, સેક્રેટરી ડૉ. હિના મોરી અને ખજાનચી ડૉ. ચિરાગ અઘારા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

​ઉપરાંત, સિનિયર IMA મેમ્બર્સ ડૉ. કગથરા, ડૉ. સતીશ પટેલ, ડૉ. ભૂત અને અન્ય તમામ સભ્યોએ પણ નવી ટીમને આવકારીને શુભકામનાઓ આપી હતી.