Saturday - May 16, 2026

મોરબીની કાલીન્દ્રી નદીમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા તપાસનો ધમધમાટ

મોરબીની કાલીન્દ્રી નદીમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા તપાસનો ધમધમાટ

બાળકી ત્યજી દેનાર અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુન્હો નોંધાયો

મોરબી : મોરબી શહેરના ઘુટુ નજીક આવેલ કાલીન્દ્રી નદીના કાંઠે કોઈ અજાણી સ્ત્રી દ્વારા બાળકનો જન્મ છુપાવવાને ઇરાદે નવજાત બાળકીને મૃત હાલતમાં ત્યજી દેતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી અજાણી સ્ત્રીની શોધખોળ શરૂ કરી છે.

મોરબી શહેરના ઘુટુ નજીક કાલીન્દ્રી નદીમાં નટડી માતાજીના મંદિર પાસે એક નવજાત બાળકીનો મૃતદેહ પડ્યો હોય મહેન્દ્રનગર પાવર હાઉસ પાસે રહેતા અને શાકભાજી વેચવાનો વ્યવસાય કરતા મનીષભાઈ રાજુભાઇ ભોજવીયા નામના યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ બાળકનો જન્મ છુપાવવા બાળકીને ત્યજી દેવા અંગે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.