Saturday - May 16, 2026

ABVP મોરબી દ્વારા કટોકટીને 50 વર્ષ પૂર્ણ થતા મશાલ રેલી નીકળી

ABVP મોરબી દ્વારા કટોકટીને 50 વર્ષ પૂર્ણ થતા મશાલ રેલી નીકળી

મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા 25 જૂન સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટીને 50 વર્ષ પૂર્ણ થયા પર મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થી પરિષદના પૂર્વ કાર્યકર્તા જે પી ભાઈ, જેસવાણી સાહેબ તેમજ નિકુંજભાઈ કોટક વિશેષ ઉપસ્થિત રહી કટોકટી દરમિયાનના અનુભવોનું કથન કર્યું હતું.

આપણા દેશમાં 1974 - 75 દરમિયાન લાગુ પાડવામાં આવેલ કટોકટીના કારણે દેશની લોકશાહીને ભારે નુકસાન ભોગવવું પડે તેવી પરિસ્થિતિ હતી. તે દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લોકશાહીની રક્ષા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને એ દરમિયાન ઘણા કાર્યકર્તાઓ જેલવાસમાં પણ ગયા હતાં. મહત્વનું છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949થી વિધાર્થી હિત અને રાષ્ટ્ર હિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે.