Saturday - May 02, 2026

ઉલટા ચોર કોટવાલ કો ડાંટે : પ્લોટમાં બાંધકામ કરનારનો પ્લોટ માલિક પર હુમલો

ઉલટા ચોર કોટવાલ કો ડાંટે :  પ્લોટમાં બાંધકામ કરનારનો પ્લોટ માલિક  પર હુમલો

 વાંકાનેર તાલુકાના વિરપર ગામે ઉલટા ચોર કોટવાલ કો ડાંટે એમ પ્લોટમાં ગેરકાયદે બાંધકામ કરનાર ચાર શખ્સો ધોકાથી પ્લોટ માલિક પરિવાર પર તૂટી પડી હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વાંકાનેર તાલુકાના વિરપર ગામે રહેતા દેવશીભાઈ શામજીભાઈ કુકવાવાએ વાંકાનેર પોલીસ મથકે તે જ ગામમાં રહેતા બેચર અજુભાઈ દેકાવાડિયા, ઘનશ્યામ અજુભાઈ દેકાવાડિયા, મહિપત ચતુરભાઈ દેકાવાડીયા અને રણજીત ચતુરભાઈ દેકાવાડિયાની સામે હુમલો અને ધમકીની  ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ બેચર તેમના માલિકીના પ્લોટમાં બાંધકામ કરતો હોવાથી બાંધકામ કરવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ ઝઘડો કર્યા બાદ બોલાચાલીનો ખાર રાખી ફરિયાદી દેવશીભાઈના પુત્ર રવીને માથામાં ધોકો ફટકારી ઇજાઓ પહોંચાડી તેમજ દેવશીભાઈ અને સાહેદ નિતાબેનને પણ ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.