Saturday - May 02, 2026

94 વર્ષના દાદાનો વતન પ્રેમ :ભર બપોરે અગનભઠ્ઠી જેવા તાપમા બાઈક પર મતદાન કરવા પહોંચ્યા

94 વર્ષના દાદાનો વતન પ્રેમ :ભર બપોરે અગનભઠ્ઠી જેવા તાપમા બાઈક પર મતદાન કરવા પહોંચ્યા

 મોરબી જિલ્લાના માળીયા તાલુકાના કુંતાસી ગામે 94 વર્ષની ઉમરના દાદા આજે લોકશાહી પર્વ નિમિત્તે કાળઝાળ ગરમી અને અગનભઠ્ઠી જેવા આકરા તાપમા મતદાન કરવા પહોંચ્યા હતા. ત્યારે અર.બી.ન્યુઝના ઓનર રવિ બરાસરા સાથેની વાતચીતમાં દાદા હજુ પણ કડેઘડે હોવાનું અને ખેતરના કામો જાતે કરીને યુવાનો જેવી ચપળ સ્ક્રુતિ ધરાવતા હોવાનું કહ્યું હતું.

રવિભાઈએ  પ્રશ્ન કર્યો હતો કે, દાદા 94 વર્ષે તો ઘણા લોકો પથારીમાં હોય કે, જીવતા હોય તો પણ અનેક બીમારીઓનો  શિકાર બન્યા હોય પણ તમારામાં આટલી બધી યુવાનોને શરમાવે તેવી ચપળ સ્ફૂર્તિ કેમ ? દાદાએ જવાબ આપ્યો છે કે નાનપણથી ખેતરનાં કઠિન કામો કરતા હોય અને અગાઉના આઝાદી પહેલાના એમના યૌવનના જમાનામા શિરામણમાં દેશી રોટલો અને  શુદ્ધ ઘી,ગોળ, દહીં દુધ સહિતનો પૌષ્ટિક આહાર લેતા હોય ખેતીની કાળી મજૂરી નિયમિત વ્યાયામ કરી
એટલે સેન્ચ્યુરી તો આરામથી ફટકારી શકાય અને મતદાન તો જ્યારથી મને અધિકાર મળ્યો છે ત્યારથી જ બંધારણના નિયમો મુજબ અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં મતદાન અવશ્ય કરે છે. ભણતર ભલે ઓછું હોય પણ ગણતર વધુ હોય એટલે સારી સરકાર આવે તે માટે બધાએ કોઈપણ ભેદભાવ કે કિન્નખોરી વગર એકદમ તટસ્થતાથી મતદાન કરવું જોઈએ,જે માણસ ફરજ એટલે મતદાનની ફરજ ન નિભાવે એને સરકાર પાસે સારપની અપેક્ષા રાખવી વ્યર્થ છે.