મોરબીનાં કાલીકાનગર પ્રાથમિક શાળામાં બુથ પર 103 વર્ષના સવિતાબેન નિમાવતે મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અદા કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.આ વૃદ્ધાએ કહ્યું હતું કે, જુદા જુદા ધર્મની જેમ મતદાન પણ આપણને બંધારણે આપેલો પવિત્ર અધિકાર છે. જો આ મત અધિકારની પવિત્ર ફરજ ન બજાવીએ તો આપણને દેશના સારા નાગરિક તરીકે ઓળખ આપવાનો કોઈ અધિકાર નથી. દેશના સીમાડા સાચવતા સેનાના જવાનો કદાચ એમનો મૂળ સુરક્ષાનો ધર્મ ભૂલી જાય તો કેવી અરાજકતા સર્જાશે. એટલે દરેક નાગરિક મતદાન અને નાગરિકનો ધર્મ તટસ્થતાથી બજાવે તો શહેર તો ઠીક દેશ પણ આબાદ થઈ જશે.