મોરબીના સામાકાંઠા વિસ્તારમા લાલબાગ પાસે આવેલ તાલુકા સેવા સદનની મોટાભાગની સરકારી કચેરીઓમાં આજે ઓનલાઈન કામગીરી ખોરવાઈ ગઈ હતું. એનું કારણ એ છે કે નટરાજ ફાટકે હાલ ઓવરબ્રિજ બનાવવા માટે લાલબાગ નજીક ખોદકામ ચાલતું હોય એ દરમિયાન સરકારી કચેરીઓનો નીકળતો ઈન્ટરનેટ વાયરમાં ભંગાણ સર્જાતા સરકારી કચેરીઓમાં ઓનલાઈન કામગીરી અટકી પડી હતી.
મોરબીના સામાકાંઠે લાલબાગ પાસે આવેલ તાલુકા સેવા સદનમાં આવેલી અનેક કચેરીઓમાં તમામ કામગીરી ઈન્ટરનેટ એટલે ઓનલાઈન આધારિત હોય આજે આ ઇન્ટરનેટ સેવા ખોરવાતા સેવા સદનમાં આવેલી સરકારી કચેરીઓમાં કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. સરકાર દ્વારા લાંબા સમયના અંતે વર્ષોની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે મોરબી શહેર એક અને મોરબી શહેર બે ને જોડતી મુખ્ય કડી નટરાજ ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી મળતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા નટરાજ ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે કેસરબાગ પાસે ખોદકામ કરતી વખતે ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટેના જીસ્વાનનો વાયર તૂટી જતા સેવા સદનમાં આવેલી જીએસટી કચેરી, સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી, કલેકટર કચેરી, પુરવઠા વિભાગ સહિતની કચેરીઓમાં કામગીરી ખોરવાય જવાથી અરજદારને ભારે હાલાકી પડી હતી.