Thursday - Apr 23, 2026

મોરબીમાં શાળાઓ શરૂ થતાંની સાથે આરટીઓનું સ્કૂલ વાહનોમાં સઘન ચેકિંગ

મોરબીમાં શાળાઓ શરૂ થતાંની સાથે આરટીઓનું સ્કૂલ વાહનોમાં સઘન ચેકિંગ

મોરબીમાં સ્કૂલો શરૂ થતાંની સાથે આરટીઓએ સ્કૂલ વાહનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આરટીઓએ સઘન ચેકિંગ કરી નિયમોના ભંગ બદલ 27 વાહનો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.

રાજકોટમાં અગ્નિકાંડની ઘટનાને પગલે મોરબી આરટીઓ તંત્ર દ્રારા સ્કૂલો શરૂ થતાં સ્કૂલ વાહનોમાં નિયમોની અમલવારી થાય છે કે કેમ એ માટે સ્કૂલ વાહનોમાં કડકપણે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 27 જેટલા વાહનોમાં  નિયમોનો ભંગ થતું હોવાનું બહાર આવ્યું હતું. સ્કૂલો શરૂ થઈ ગઈ હોય તેથી બાળકોની સલામતી માટેના નિયમોનું પાલન થાય છે કે કેમ તે માટે આરટીઓ દ્વારા આજે સવારથી જ સ્કૂલ વાહનોમાં સઘન ચેકિંગ  કરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન 12 વાહનોને લાયસન્સ અંગે, 12 વાહનોને પરમીટ નિયમ ભંગ, 2 વાહનોને ટેક્સ મામલે સહિત કુલ 27 વાહનોને કુલ મળી અઢી લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું મોરબી એઆરટીઓ અધિકારી રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું.