મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે પોલીસ દ્વારા ભારે વાહનો સામે ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં 49 વાહનો સામે કેસ કરવામાં આવ્યા હતા ઉપરાંત 7 વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા. આમ કુલ 56 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
મોરબી જીલ્લા પોલીસ દ્વારા ચેકીંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં રોંગ સાઇડ ચાલતા વાહનો તથા વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તથા નંબર પ્લેટ વગરના વાહનો વિરૂધ્ધ કડક કાર્યવાહી તેમજ ટ્રાફિક ભંગ કરતા વાહનોના તેવા વાહનો ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.આ સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઇવમાં કુલ-૩૯૫ વાહનો ચેક કરવામાં આવ્યા હતા. નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કુલ ૧૩ કેસો કરવામાં આવ્યા હતા. વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે કુલ ૯ કેસો કરવામાં આવ્યા હતા.
લાયસન્સ ન હોય તેવા વાહન ચાલકો સામે કુલ ૧૬ કેસો કરવામાં આવ્યા હતા. રોંગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ કુલ-૦૩ ગુના રજીસ્ટર કરવામાં આવેલ હતા.અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ કુલ-૦૮ ગુના રજીસ્ટર કરવામાં આવેલ હતા. વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન એમ વી.એકટ ૨૦૭ મુજબના ૦૭ વાહન ડીટેઇન કરવામાં આવેલ હતા. આ વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન કુલ-રૂ-૩૮૬૦૦/- દંડ વસુલ કરવામાં આવ્યો હતો.