હળવદ : હળવદ શહેરમાં મોરબી ચોકડી નજીક આવેલ સોનુ સ્પામાં નોકરી કરતી મૂળ મધ્યપ્રદેશની વતની મહિલા સ્પા વર્કર પાસેથી હાથ ઉછીના પૈસા મેળવ્યા બાદ પૈસા પરત આપવાને બદલે ધોલધપાટ કરી મહિલાને જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવતા મહિલાએ હળવદના કડીયાણા ગામે રહેતા ચા પાનની દુકાન ચલાવતા શખ્સ તેમજ અન્ય ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરની વતની અને હાલમાં મોરબી હળવદ રોડ ઉપર પાર્થ હોટલમાં રહી હળવદના સોનુ સ્પામા છૂટક નોકરી કરતી રૂકસાર ગોરવભાઈ મનોર ઉ.વ.30 નામની પરિણીતાએ આરોપી મુમાભાઈ ઉર્ફે રાધુ ઉર્ફે રાધે હીરાભાઈ રાતડીયા રહે.કડીયાણા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, સોનુ સ્પામાં નોકરી દરમિયાન આરોપી રાધે અવાર નવાર સ્પામાં ચા આપવા આવતો હોય ઓળખાણ થતા મિત્રતા થઈ હતી.બાદમાં રૂકસારે આરોપી રાધેને ઉછીના પૈસા આપ્યા હોય પરત આપવા કહેતા આરોપી નાણાં પરત કરતો ન હતો. જેમાં ગત તા.23ના રોજ આરોપી રાધેએ રૂકસારને રાત્રે હળવદ બોલાવી પૈસા લઈ જવાનું કહેતા રૂકસાર હળવદ જતા આરોપી રાધે અને તેના ત્રણ અજાણ્યા મિત્રોએ ગાળો આપી રાધેએ ફડાકા ઝીકી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.ઘટના બાદ રૂકસાર વતન મધ્યપ્રદેશ જતી રહી હતી અને સમાધાન માટે વાત ચાલતી હતી.પરંતુ સમાધાન ન થતા હળવદ પોલીસ મથકમાં રાધે રાતડીયા અને ત્રણ અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.