Wednesday - Apr 29, 2026

અંધાપાને લીધે જીવન અંધકારમય બન્યું છતાં નિરાશ થવાને બદલે નેત્રહીનોનું સમાજ હિત માટે પ્રેરણાદાયી કાર્ય મોરબીમ પ્રજ્ઞાચક્ષુઓએ વહેલી સવારમાં 1100 લોકોને તંદુરસ્તી માટે કરાવી સાયકલ યાત્રા

અંધાપાને લીધે જીવન અંધકારમય બન્યું છતાં નિરાશ થવાને બદલે નેત્રહીનોનું સમાજ હિત માટે પ્રેરણાદાયી કાર્ય

મોરબીમ પ્રજ્ઞાચક્ષુઓએ વહેલી સવારમાં 1100 લોકોને તંદુરસ્તી માટે કરાવી સાયકલ યાત્રા

જન્મજાત અંધાપો આવી જાય અને દુનિયા તેમજ જીવન પણ અંધકારમય બની જાય ત્યારે કલ્પના પણ ન કરી શકીએ તેવી નર્કથી બદતર હાલત નેત્રહીનોની થઈ જાય છે. આમ છતાં પણ મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્રમાં રહેતા પ્રજ્ઞાચક્ષુઓએ પોતાની મુશ્કેલભરી જિંદગીને દ્રઢ આત્મવિશ્વાસથી હકારાત્મક રીતે જીવી જાણીને લોકોના આરોગ્યનું હિત વિચારીને પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું. જેમાં નેત્રહીનોએ મોરબીમાં આજે વહેલી સવારની હાડ થીજવતી ટાઢમાં 1100 જેટલા લોકોને તેમની તંદુરસ્તી માટે સાયકલથી શહેરનું પરિભ્રમણ કરાવ્યું હતું.

અંધાપાને લીધે જીવન અંધકારમય બન્યું છતાં નિરાશ થવાને બદલે નેત્રહીનોનું સમાજ હિત માટે પ્રેરણાદાયી કાર્ય

મોરબીમ પ્રજ્ઞાચક્ષુઓએ વહેલી સવારમાં 1100 લોકોને તંદુરસ્તી માટે કરાવી સાયકલ યાત્રા

મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલા પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્રએ બેઠાડુ જીવનશૈલીને કારણે અનેક બીમારીઓનો ભોગ બનેલા લોકોનું આરોગ્ય ખીલી ઉઠે તે માટે સાયકલ યાત્રા યોજી હતી. આ સાયકલ યાત્રામાં 1100થી વધુ લોકો જોડાવવા તૈયાર થતા આજે વહેલી વહેલી સવારે 5-30 વાગ્યે કડકડતી ટાઢમાં મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી સાયકલ યાત્રા શરૂ કરાવી નેત્રહીનોએ બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના 1100 લોકોને 5 થી 20 કિમીની સાયકલ યાત્રા કરાવી તેમના શરીરમાં નવા જોશ અને જુસ્સાનો સંચાર કર્યો હતો અને તમામ લોકોને શારીરિક તંદુરસ્તી મેળવવા નિયમિત સાયકલ ચાલવાની શીખ આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ હરીશભાઈ શેઠ, ડો. પારેખ પ્રસુન્ન, તેજસભાઈ, તેમજ હાતિમભાઈ રંગવાલાએ ભારે જહેમત ઉઠાવી હતી.