Friday - Jul 03, 2026

મોરબીના સોઓરડીમાં રામદેવપીર મંદિરે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે શિવલિંગનું સ્થાપન

મોરબીના સોઓરડીમાં રામદેવપીર મંદિરે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે શિવલિંગનું સ્થાપન

મોરબી : મોરબી શહેરના સો ઓરડી વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ રામદેવપીર મંદિર ખાતે સર્વે જ્ઞાતિ રામદેવ મહિલા ધૂન મંડળી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે રામેશ્વર મહાદેવના પવિત્ર શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રસંગે મહિલા ધૂન મંડળીના સભ્યો દ્વારા ભજન-કીર્તન અને ધૂનની રમઝટ બોલાવવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. સ્થાનિક શ્રદ્ધાળુઓએ આ નૂતન શિવલિંગના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને મંદિર પરિસરમાં ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.