Sunday - May 31, 2026

મોરબીમાં આંબાનું વૃક્ષ વાવીને કોર્પોરેટરની પુત્રીના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી

મોરબીમાં આંબાનું વૃક્ષ વાવીને કોર્પોરેટરની પુત્રીના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી

મોરબી : મોરબી મહાનગરપાલિકાના દંડક અને વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર જયેશભાઇ દેસાઈની પુત્રી ડો. કૃતિબેન દેસાઈના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયક રીતે ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ તારીખ 31ના રોજ ડો. કૃતિબેનના જન્મદિવસ નિમિત્તે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત સમાજને પર્યાવરણના જતન અને સંવર્ધનનો શ્રેષ્ઠ સંદેશ આપવાના હેતુથી વૃક્ષ ક્રમાંક 163 (આંબો)નું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ સુખદેવભાઈ દેલવાણીયા, વોર્ડ નંબર 12ના કોર્પોરેટર દીપકભાઈ પોપટ તથા સોસાયટીના રહીશો ખાસ હાજર રહ્યા હતા. તમામ આગેવાનોએ ડો. કૃતિબેનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી અને જન્મદિવસ પર આંબાનું વૃક્ષ વાવીને કરાયેલી આ પર્યાવરણલક્ષી ઉજવણીની પ્રશંસા કરી હતી.