Sunday - May 31, 2026

મોરબીની મયુર હોસ્પિટલમાં સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા આજથી નવા ડાયાલિસિસ કેન્દ્રનો પ્રારંભ

કિડનીના દર્દીઓને મોટી રાહત : 6 આધુનિક ડાયાલિસિસ મશીનો દ્વારા મળશે સારવાર

મોરબી : મોરબીની મયુર હોસ્પિટલ ખાતે સિમ્પોલો ફાઉન્ડેશનની સીએસઆર પહેલ હેઠળ એક વિશિષ્ટ ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં 6 અદ્યતન ડાયાલિસિસ મશીનો લગાવવામાં આવ્યા છે, જેનાથી મોરબી અને આસપાસના લોકોને ગુણવત્તાયુક્ત અને કિફાયતી કિડની સારવાર સરળતાથી ઉપલબ્ધ બનશે.

મોરબીની મયુર હોસ્પિટલમાં સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા આજથી નવા ડાયાલિસિસ કેન્દ્રનો પ્રારંભ

ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિમ્પોલો ગ્રુપના સ્થાપક ઠાકરશી ભાઈ અઘારા, સિમ્પોલો ગ્રુપના જીતેન્દ્રભાઈ અઘારા, બી ટી સવાણી હોસ્પિટલમાંથી જયંતિભાઈ, ર્ડો. જયંતિભાઈ ભાડેસીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
 
ડાયાલિસિસ સેન્ટર માટે મશીનરીનો સંપૂર્ણ ખર્ચ અને લાંબા ગાળાનો મેડિકલ ઇક્વિપમેન્ટ સપોર્ટ સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે. છેલ્લા 24 વર્ષથી કિડનીની સારવારના ક્ષેત્રમાં કાર્યરત બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના સહયોગથી આ પહેલ હાથ ધરવામાં આવી છે. આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય જાતિ કે સમુદાયના ભેદભાવ વિના સમાજના તમામ વર્ગના દર્દીઓને વ્યાજબી દરે ઉચ્ચ ગુણવત્તાની સારવાર પૂરી પાડવાનો છે. ભૂતકાળમાં મોરબી અને આસપાસના વિસ્તારોના દર્દીઓને ડાયાલિસિસ માટે લાંબા અંતરની મુસાફરી કરી મોટા શહેરોમાં જવું પડતું હતું, જેનાથી તેમના પર આર્થિક બોજ અને શારીરિક તણાવ વધતો હતો. 6 મશીનો સાથે કાર્યરત થયેલા આ નવા સેન્ટરથી દર્દીઓનો આ બોજ નોંધપાત્ર રીતે ઘટશે તેવી અપેક્ષા છે.

ભારતમાં ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને જીવનશૈલી સંબંધિત રોગોના કારણે ક્રોનિક કિડની ડિસીઝ (સીકેડી) ના કેસો ઝડપથી વધી રહ્યા છે. દેશમાં દર વર્ષે આશરે 2.2 લાખ નવા દર્દીઓ ઉમેરાય છે, જેના પરિણામે વાર્ષિક 3.4 કરોડથી વધુ ડાયાલિસિસ સેશન્સની જરૂરિયાત ઊભી થાય છે. ગુજરાત રાજ્યમાં પણ છેલ્લા પાંચ વર્ષમાં સરકારી કેન્દ્રો પર ડાયાલિસિસ પ્રક્રિયાઓની સંખ્યા બમણી થઈને 2021-22 ના 2.73 લાખથી વધીને 2025-26 માં 5.61 લાખથી વધુ થઈ ગઈ છે. માત્ર આ જ વર્ષે રાજ્યના 280 ડાયાલિસિસ સેન્ટર્સ પરથી 64000 થી વધુ દર્દીઓએ લાભ લીધો છે.

મોરબીની મયુર હોસ્પિટલમાં સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા આજથી નવા ડાયાલિસિસ કેન્દ્રનો પ્રારંભ

આ વિશે વાત કરતા સિમ્પોલો ગ્રુપના સીએમડી જિતેન્દ્ર અઘારાએ જણાવ્યું હતું કે મોરબી વિસ્તારમાં દર્દીઓને નિયમિત ડાયાલિસિસ મેળવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ સહયોગ આપવાનો વિચાર આવ્યો હતો. સિમ્પોલો ફાઉન્ડેશન સમાજ પર લાંબા ગાળાનો પ્રભાવ પાડી શકે તેવા હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે.

મોરબીની મયુર હોસ્પિટલમાં સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા આજથી નવા ડાયાલિસિસ કેન્દ્રનો પ્રારંભ

આ ઉપરાંત, સિમ્પોલો દ્વારા સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રાજકોટ ખાતે નવી બની રહેલી શીતલ મંજુ પટેલ હોસ્પિટલમાં પણ 5 કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શીતલ મંજુ પટેલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની એક માત્ર ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ બનશે. સિમ્પોલો ફાઉન્ડેશને સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં પણ હેલ્થકેર અને સમુદાય કલ્યાણની પ્રવૃત્તિઓ તેમની સીએસઆર પહેલોનું મુખ્ય કેન્દ્રબિંદુ બની રહેશે.