મોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ મીલી પાર્ક શેરી નંબર 6મા રહેતા દિવ્યાબેન હર્ષદભાઈ વ્યાસ ઉ. વ.55 નામના મહિલા ગઈકાલે રાત્રીના સમયે વારુપાણી કરીને પોતાની અગાસીએ સુતા હતા ત્યારે કોઈ કારણોસર બીજા માળેથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.