મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર નજીક ખોડિયાર માતાજીના મંદિર પાસે જીજે - 39 - ટીએ - 1149 નંબરના ટ્રક કન્ટેનર ચાલકે જીજે - 36 - એન - 8485 નંબરનું બાઈક ચલાવી જઈ રહેલા ફરિયાદી મનોજ ઉર્ફે બાબો ગિરધરભાઈ વાઘેલા ઉ.20 રહે.રફાળેશ્વર વાળાને હડફેટે લઈ હાથ તેમજ મોઢાના ભાગે ઇજાઓ પહોંચાડતા અકસ્માતના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.