Wednesday - Apr 22, 2026

મોરબીમાં 6000 વિદ્યાર્થીઓ અને વાલીઓએ મહાઆરતી કરી રેકોર્ડ સર્જ્યો

મોરબીમાં 6000 વિદ્યાર્થીઓ અને વાલીઓએ મહાઆરતી કરી રેકોર્ડ સર્જ્યો

મોરબી : મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા પ્રથમ નોરતે અનોખો વિક્રમ સર્જી એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવામાં આવ્યું હતું. જેમાં મોરબીની આ સ્કૂલના 6000 વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રથમ નોરતે એક સાથે મોરબીના વિવિધ 40 મંદિરોમાં મહાઆરતી કરીને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.
 
મોરબીમાં 6000 વિદ્યાર્થીઓ અને વાલીઓએ મહાઆરતી કરી રેકોર્ડ સર્જ્યો
મોરબીમાં 6000 વિદ્યાર્થીઓ અને વાલીઓએ મહાઆરતી કરી રેકોર્ડ સર્જ્યો

વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિથી નજીક આવે અને માતાજીની ભક્તિની સાથે અધ્યાત્મિતા તરફ વળે તે માટે એક સાથે 40 મંદિરોમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની તૈયારી છેલ્લા બે મહિનાથી ચાલી રહી હતી. જેમાં મોરબીના વિવિધ મંદિરોના પુજારીઓને મળીને જે તે વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખીને આ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમિયા સર્કલથી લઈને સામાકાંઠા સુધીના મોટાભાગના મંદિરોમાં એટલે કે કુલ 40 જેટલા મંદિરોમાં આ મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં 6,000 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા. જે માટે શાળા દ્વારા એશિયા બુક ઓફ રેકોર્ડનો સંપર્ક કરવામાં આવ્યો હતો.