Wednesday - Apr 22, 2026

આંગણવાડીઓમાં કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર કીટનું વિતરણ

આંગણવાડીઓમાં કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર કીટનું વિતરણ

મોરબી : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક આંગણવાડીઓમાં  કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર કીટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે મુજબ મોરબીના સામાકાંઠે વોર્ડ નં 4 મા આવેલ સોઓરડી 1-2, ચામુંડાનગર, માળિયા-વનાળીયા ગાંધી સોસાયટી સહિતના વિસ્તારોમાં આવેલ આંગણવાડી કેન્દ્રો પર કુપોષિત બાળકોની યાદી બનાવીને સેવા પખવાડિયા અંતર્ગત આ કુપોષિત બાળકોને સુપોષીત બનાવવા પૌષ્ટિક આહારની કીટનું  વિતરણ કરવામાં આવ્યું હતું. આ તમામ આંગણવાડીઓમાં પોષણક્ષમ કીટ તત્કાલીન નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો સુરેશભાઈ શિરોહિયા, ગૌતમ સોલંકી તેમજ મોરબી જિલ્લા શહેર ભાજપ સંગઠન દ્વારા આપવામાં આવી હતી.

આંગણવાડીઓમાં કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર કીટનું વિતરણ
આંગણવાડીઓમાં કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર કીટનું વિતરણ