Saturday - Jul 04, 2026

ઇન્ડીયન ક્રિકેટ પ્લેયરસ મોરબીના પ્રવાસે

ઇન્ડીયન ક્રિકેટ પ્લેયરસ મોરબીના પ્રવાસે

મોરબીના આંગણે સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પ્રેક્ટિસ માટે આવી રહ્યા છે.મોરબીની રિયલ ક્રિકેટ એકેડેમી ખાતે ભારતીય ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરશે.

ઇન્ડીયન ક્રિકેટ પ્લેયરસ મોરબીના પ્રવાસે

મોરબીની રિયલ ક્રિકેટ એકેડેમી ખાતે આંતરરાષ્ટ્રીય ખેલાડી એવા ભારતીય ટીમના ચેતન સાકરીયા અને સૌરાષ્ટ્રના રણજી ટ્રોફીના ખેલાડી હાર્વિક દેસાઈ 4-5 દિવસ માટે પ્રેક્ટિસ કરવા આવી રહ્યા છે. મોરબીના આંગણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો આવી રહ્યા હોય મોરબીવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રિયલ ક્રિકેટ એકેડેમી તરફથી મોરબીના ક્રિકેટ પ્રેમીઓને ચેતન સાકરીયા અને હાર્દિક દેસાઈની ક્રિકેટ પ્રેક્ટિસ જોવા માટે આમંત્રણ પાઠવાયુ છે. આ તકે મોરબીના ઘણા વ્યક્તિઓ આવીને આ અવસરને આનંદનો અવસર ગણાવી રહ્યા છે. આ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આજે એટલે કે તારીખ 4 જૂન ને રવિવારના રોજ 4 વાગ્યાની આસપાસ આવશે અને 4-5 દિવસ સુધી રીયલ ક્રિકેટ એકેડમી ખાતે પ્રેક્ટિસ કરશે.