Saturday - Aug 15, 2026

મોરબીમાં રાતભર અને આજ સવારથી અવિરીત મેઘવર્ષા, 24 કલાકમાં એક ઇંચ

મોરબીમાં રાતભર અને આજ સવારથી અવિરીત મેઘવર્ષા, 24 કલાકમાં એક ઇંચ

મોરબીમાં ગઈકાલથી આજ એમ બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલ સાંજથી રાતભર અને આજે સવારથી મેઘવર્ષા અવિરતપણે ચાલુ રહી હતી.પણ ગતરાત્રીથી ધીમીધારે એકરસથી વરસાદ ચાલુ રહ્યો હતો અને આજે સવારથી પણ આ રીતે મેઘરાજા મંડાયા છે. મેઘરાજાની અવિરતપણે ધીમીધારે હેતથી ચારેકોર પાણી પાણી થઈ ગયું છે. પણ છેલ્લા 24 કલાકમાં સતત વરસાદ છતાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે પણ દિવસભર વરસાદ ધીમીધારે ચાલુ રહે તેવો મેંઘાવી  માહોલ જોવા મળે છે.