Saturday - May 16, 2026

વાંકાનેરના પંચાસિયા ગામે 6 હજારની વસ્તીને ખેતી માટે ઉત્તમ ઇરીગેશનની સુવિધા

વાંકાનેરના પંચાસિયા ગામે 6 હજારની વસ્તીને ખેતી માટે ઉત્તમ ઇરીગેશનની સુવિધા

વાંકાનેર નું એક માત્ર પંચાસિયા એવું ગામ છે. કે જે બધી રીતે સુખી સંપન્ન છે. એકમાત્ર નદી પરના પુલનો પ્રશ્ન છે. જેમાં વાંકાનેરના રાણેકપરની નદી ચોમાસામાં ગાંડીતુર થવાથી 2 હજાર લોકોના જીવ ઉપર જોખમ છે. નદી ઉપર પુલ બંધાય તો દર વખતે ચોમાસામા ઢુવા સિરામિક ઉધોગોમાં જવા માટે જે હાલાકી પડે છે તે હાલાકી નો પડે અને ગામ વધુ સમૃદ્ધ બને એમ છે. આથી ગામ લોકોએ આ નદી ઉપર પુલ બનાવવાની માંગ છે.

વાંકાનેર તાલુકાનું પંચાસિયા ગામ રાજાશાહી વખત પેલાનું અને ગામમા 6 હજારની વસ્તી હોય આ વસ્તી ખેતી પર નિર્ભર છે. ખેતી માટે કેનાલની  સુવિધા હોવા છતાં કેનાલમાંથી નહિ પણ મચ્છુ-2 ઇરીગેશનથી ખેતી સમૃદ્ધ અને હરિભરી રહે છે. આરોગ્ય કેન્દ્રની સારી સવલત, પ્રાથમિક અને માધ્યમિક શાળા, રસ્તા 60 ટકા, ભૂગર્ભ ગટર 100 ટકા, કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર વાહનની વ્યવસ્થા, પીવાના પાણીની એક બે નહીં પણ પુરા 24 કલાક પાણીની સુવિધા, લાઈટ આ ઉપરાંત સૌથી મહત્વની સીસીટીવી કેમેરાની સુવિધા, ગામમાં તમામ સુવિધા સાથે ત્રણ સ્મશાન છે. જ્યારે આ ગામને જોડતા અન્ય ગામના નવા- જુના સજ્જનપર રરતો અને રાણેકપરનો જે નદીમાંથી પસાર થતો રસ્તો જોખની હોય તેમા આ ગામના 2 હજાર લોકો ઢુંવા બાજુ સીરામીક કારખાનામાં જતા હોય તેઓને ચોમાસામાં નદી ગાંડીતુર થવાથી આ રસ્તો જોખમી બની જતા એ 2 હજાર લોકો અટવાય જાય છે. જે ગામનો મેઇન રસ્તો પંચાસિયા થી મોરબી વાળો રસ્તો હાલ ખખડ ધજ હાલત માં છે જે સાવ નવેસરથી બનવાની એ પણ ખાસ માંગ છે.