Friday - Jul 03, 2026

૭૨ વર્ષની ગૌરવશાળી સફર પૂર્ણ કરતી લીલાપર પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે.

૭૨ વર્ષની ગૌરવશાળી સફર પૂર્ણ કરતી લીલાપર પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે.

મોરબી: મોરબી જિલ્લાના લીલાપર ગામની લીલાપર પ્રાથમિક શાળા પોતાની સ્થાપનાના (૨૭/૦૨/૧૯૫૪) ૭૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી રહી છે. આ ગૌરવશાળી અવસરને વધુ યાદગાર બનાવવા માટે ગામ સમસ્ત દ્વારા એક ભવ્ય ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ (ઉદ્ઘાટન), શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન અને ઉચ્ચ અભ્યાસ કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે.

૭૨ વર્ષની ગૌરવશાળી સફર પૂર્ણ કરતી લીલાપર પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે.
૭૨ વર્ષની ગૌરવશાળી સફર પૂર્ણ કરતી લીલાપર પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે.
૭૨ વર્ષની ગૌરવશાળી સફર પૂર્ણ કરતી લીલાપર પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમની વિગત:
​તારીખ: ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર
​સમય: રાત્રે ૮:૦૦ કલાકે
​સ્થળ: ગીતાંજલી પાર્ટી પ્લોટ, લીલાપર, મોરબી

​ઉપસ્થિત મહાનુભાવો:
આ મંગલમય અવસરે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.

​આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, અને ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા હાજરી આપશે.
 
૭૨ વર્ષની ગૌરવશાળી સફર પૂર્ણ કરતી લીલાપર પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જેવા કે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નીલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી અને જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે.

​આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બનવા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર લીલાપર ગામ, લીલાપર પ્રાથમિક શાળા પરિવાર અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.