મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી એસ.એસ.સી. (ધોરણ 10) ની ફેબ્રુઆરી/માર્ચ 2026 ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. મોરબી ઝોન-125 માં પરીક્ષાના પ્રથમ દિવસે નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓમાંથી 185 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
મોરબી ઝોન-125 ના ઝોનલ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ, આજે તારીખ 26-02-2026 ના રોજ પ્રથમ દિવસે ગુજરાતી (પ્રથમ ભાષા), અંગ્રેજી (પ્રથમ ભાષા) અને સાહિત્યમ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. મોરબી ઝોનમાં નોંધાયેલા કુલ 12779 વિદ્યાર્થીઓમાંથી 12594 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 185 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. ગુજરાતી (FL) 1: કુલ 12379 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 12200 હાજર અને 179 ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી (FL) 4: કુલ 400 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 394 હાજર અને 6 ગેરહાજર રહ્યા હતા. સાહિત્યમ 502: કુલ 15 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને આ તમામ 15 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા.