Wednesday - Aug 05, 2026

વાંકાનેરમાં પતિએ વહેલા રસોઈ બનાવવાના કહેલા વેણ ઝેર જેવા લાગતા પત્નીએ ઝેર પીધું

વાંકાનેરમાં પતિએ વહેલા રસોઈ બનાવવાના કહેલા વેણ ઝેર જેવા લાગતા પત્નીએ ઝેર પીધું

મોરબી : વાંકાનેર તાલુકાના મહિકા ગામની સીમમાં ખેતમજૂરી કરતા મૂળ પંચમહાલ જિલ્લાના વતની ખેત શ્રમિક પરિવારમાં પતિએ પત્નીને વહેલી રસોઈ બનાવવાનું કહેતા પત્નીને લાગી આવતા ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું.

વાંકાનેર તાલુકાના મહિકા ગામની સીમમાં સીરાજભાઈ બાદીની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ પંચમહાલ જિલ્લાના વતની સીતાબેન રાજેશભાઇ રજાક ઉ.વ.46 વાળાના પતિ રાજેશભાઈએ સીતાબેનને રસોઈ વહેલી બનાવવાનું કહેતા સીતાબેનને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા સીતાબેનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.