Wednesday - Aug 05, 2026

મોરબી જિલ્લામાં 5 નવા નિયુક્ત મહેસૂલી તલાટીઓને 21 દિવસની ઇન્ક્યુબેશન તાલીમ આપી ફરજ સોપાશે

મોરબી જિલ્લામાં 5 નવા નિયુક્ત મહેસૂલી તલાટીઓને 21 દિવસની ઇન્ક્યુબેશન તાલીમ આપી ફરજ સોપાશે

મોરબી: મોરબી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માધ્યમે પસંદગી પામેલા મહેસૂલી તલાટી વર્ગ-3 ના ઉમેદવારોને નિમણૂંક આપતો હુકમ જારી કરવામાં આવ્યો છે. કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા કરાયેલા આ હુકમથી જિલ્લામાં નવા મહેસૂલી તલાટીઓની ફાળવણી કરવામાં આવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાના મેરિટના આધારે પસંદ થયેલ ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે કરારીય ધોરણે માસિક 26,000 રૂપિયાના ફિક્સ વેતનથી નિમણૂંક આપવામાં આવી છે. હાલ ચાલી રહેલી 21 દિવસની ઇન્ક્યુબેશન તાલીમ પૂર્ણ થયા બાદ આ તમામ ઉમેદવારોને તેઓની ફાળવાયેલી કચેરીઓમાં હાજર થવા સૂચના અપાઈ છે.

નવનિયુક્ત મહેસૂલી તલાટીઓ અને ફાળવાયેલી જગ્યાઓ:

* શિવ મહેશભાઇ વરમોરા: મહેસૂલી તલાટી (વોર્ડ નં. 13), મામલતદાર કચેરી, મોરબી શહેર.
* સ્વાતિ સુરેશભાઇ અધારા: મહેસૂલી તલાટી (કુંતાસી), મામલતદાર કચેરી, માળિયા (મીં.).
* કિશન પીઠાભાઇ પીઠમલ: મહેસૂલી તલાટી (રાતાભે), મામલતદાર કચેરી, હળવદ.
* ભાવેશકુમાર વરજાંગભાઈ પઢેરિયા: મહેસૂલી તલાટી (રણમલપુર), મામલતદાર કચેરી, હળવદ.
* ઓમકાર મનિષકુમાર પ્રિયદર્શી: મહેસૂલી તલાટી (વેગડવાવ), મામલતદાર કચેરી, હળવદ.

કલેક્ટર કચેરી દ્વારા જારી કરાયેલા આ આદેશ અનુસાર સંબંધિત કર્મચારીઓની પ્રથમ હાજર થયા તારીખથી નિમણૂંકવાળી જગ્યા સુધીનો સમયગાળો પ્રતિક્ષા સમય ગણી નિયમાનુસાર પગાર ચુકવણીની વ્યવસ્થા કરવા સબંધિત કચેરીના વડાઓને આદેશ કરવામાં આવ્યો છે.