ભાટિયા સોસાયટીમાં દંપતી ઉપર ચાર શખ્સોનો હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા સઈદાબેન સલીમભાઈ લોલાડીયા ગત તા.17ના રોજ પોતાના ઘેર એકલા હતા ત્યારે આરોપી શરીફ હનીફભાઈ પાયક, શરીફનો સાળો અદનાન તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘુસી આજે તારા પતિને મારી નાખવો છે કહી નિર્લજ્જ હુમલો કરી ઢીકા પાટુનો માર મારી તેમના પતિને ગળાચિપ આપતા બનાવ અંગે ચારેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.