Saturday - Oct 03, 2026

મોરબીના રફાળેશ્વરમાં યુવકને માર મારી છરીની અણીએ ધમકી

મોરબીના રફાળેશ્વરમાં યુવકને માર મારી છરીની અણીએ ધમકી

મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામના મેળાના મેદાનમાં ગત તા.15ના રોજ રાત્રીના સમયે ફરિયાદી રવિભાઈ દિનેશભાઇ નંદેસરિયા ઉ.24 રહે.નવા મકનસર, વાદીપરા વાળાને આરોપી રવિ, સાવન તેમજ અજાણ્યા બે માણસોએ ઢીકા પાટુનો માર મારી છરી બતાવી ધમકી આપતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.