Saturday - May 16, 2026

ટંકારાના વિરપરમાં શ્વાનને ચગદીને રીક્ષા ચાલક બગડ્યો : ચાર શખ્સો યુવાન અને વૃદ્ધા પર તૂટી પડયા

ટંકારાના વિરપરમાં શ્વાનને ચગદીને રીક્ષા ચાલક બગડ્યો : ચાર શખ્સો યુવાન અને વૃદ્ધા પર તૂટી પડયા

ચાર આરોપીઓએ આજે તો ગલુડિયું હતું હવે કઈ બોલશો તો તમે પણ હડફેટે આવશો તેવી ધમકી આપી

ટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામે બે દિવસ પૂર્વે શેરીમાં રીક્ષા લઈને પસાર થતા રીક્ષા ચાલકે નાના ગલુડિયાને હડફેટે લઈ રીક્ષા નીચે કચડી નાખતા ધ્યાનથી રીક્ષા ચલાવવાનું કહેનાર યુવાન તેમજ તેમની માતા પર હુમલો કરવામાં આવતા ચાર આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો છે.

ટંકારા તાલુકાના વિરપર ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા મુકેશબાઈ જેસિંગભાઈ વડેચા ઉ.વ.45એ આરોપી સતીશ ચંદુભાઈ મેણીયા, માલો ચંદુભાઈ મેણીયા, ભીમાભાઈ રવજીભાઈ બાવરિયા અને આરોપી ગંગાભાઈ જીવાભાઈ બાવરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી સતીષ તેમની શેરીમાંથી રીક્ષા લઈને નીકળ્યો હતો ત્યારે ગલુડિયાને કચડી નાખતા ધ્યાનથી રીક્ષા ચલાવવાનું કહેતા સારું લાગ્યું ન હતું. બાદમાં સતીષ અન્ય ત્રણ લોકો સાથે ફરી આવ્યો હતો અને ઝઘડો કરી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. બનાવ સમયે ઝપાઝપી વખતે આરોપીઓએ ફરિયાદીના માતા દેવુબેનને ધકકો મારી પછાડી દેતા મોઢા પર ચાર ટાંકા આવ્યા હતા. આટલું જ નહીં આટલી મારામારી કર્યા બાદ બાદ આરોપીઓએ આજે તો ગલુડિયું હતું હવે કઈ બોલશો તો તમે પણ હડફેટે આવશો તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.