Sunday - Jul 26, 2026

વાંકાનેરના લિંબાળામાં વોકળો વરસાદમાં બે કાંઠે વહેતા ગામ સંપર્ક વિહોણુ બની જાય છે

વાંકાનેરના લિંબાળામાં વોકળો વરસાદમાં બે કાંઠે વહેતા ગામ સંપર્ક વિહોણુ બની જાય છે

વાંકાનેરના લિબાળા ગામેં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે.જેમાં વર્ષોથી જળ કટોકટીના કારણે ગામલોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ગામમાં નર્મદાની લાઈન હોવા ઉપરાંત 25 ગામોને ફરતું ફરતું આટો મારીને પાણી આવતું હોય એટલે ખૂબ જ ઓછું પાણી આવે છે. આથી પાણી ચાર-ચાર દિવસે એકવાર જ પાણી નસીબ થાય છે.

વાંકાનેર તાલુકાના  લિંબાળા ગામના સરપંચ મરિયમબેન હાજીભાઈ ચારોલીયાએ જણાવ્યું હતું કે તેમનું ગામ રાજાશાહી વખતનું પેહલાનું જૂનું ગામ હોય આ ગામમાં હાલ 3-4 હજારની વસ્તી હોય આ વસ્તી મોટાભાગે ખેતી પર નિર્ભર હોય એટલે સિંચાઇની સુવિધા હોવાથી ગામની ખેતી હરિભરી રહે છે. ગામલોકો માટે  આરોગ્ય કેન્દ્રની સારી સવલત છે. આ ગામમાં પ્રાથમિક એટલે 1થી8 ધોરણની સ્કૂલ, હોય પણ 10 સુધીની સ્કૂલની માંગ કરી છે. ગામમાં આંગણવાડી, ગામની અંદરના અંગાઉ રોડ રસ્તા બન્યા હોય પણ હવે નવેસરથી બનાવવાના હોય એટલે 20 ટકા રસ્તા બન્યા હોય અને ભૂગર્ભ ગટરની વ્યવસ્થા હોય પણ કચરાના નિકાલ માટે કોઈ વાહન ન ફળવાતા આ કચરા નિકાલની જવાબદારી ગ્રામ પંચાયત નિભાવે છે.આ ગામને જોડતો એક મોટો હોકળો આવેલો છે. ગામના મુખ્ય માર્ગ ઉપર આ વોકળો હોય પણ ચોમાસામાં પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું બની જાય છે. હાલ ચોમાસું ચાલી રહ્યું હોય તેથી ગામલોકો માટે આવો ખતરો તોળાઈ રહ્યો છે. બાળકોને સ્કૂલે અવરજવર કરવામાં ભારે તકલીફ પડતી હોય તેથી પાણીના નિકાલ માટે આ વોકળા ઉપર કોઝવે બનાવવાની માંગ કરી છે.