Sunday - Jul 26, 2026

મોરબી નજીક ખુલ્લો ગટરમાં ગાય ખાબકી

મોરબી નજીક ખુલ્લો ગટરમાં ગાય ખાબકી

મોરબીના નાની વાવડી ગામ તરફ જતા રસ્તા ઉપર આવેલી ભૂગર્ભ ગટરમાં આજે રાત્રે એક ગાય પડી જતા  ફસાઈ ગઈ હતી.આ બનાવની જાણ થતાં આસપાસના લોકો ત્યાં દોડી ગયા હતા અને આસપાસના લોકોએ જેસીબી મંગાવીને  ગાય માતાને રેસ્ક્યુ કરવામાં આવી હતી. જો કે લોકોને તાત્કાલિક જાણ થતાં ગાયને બચાવી લેવાઈ હતી. પણ શહેરમાં ઠેરઠેર આવી ખુલી ગટરો જોખમી બની ગઈ છે. વારંવાર આવા પશુઓ ખોરાક ખાવા માટે જતા હોય ત્યારે આવી ખુલ્લી અને મોતના કુવા સમાન ગટરમાં ખાબકે છે. જો કે ગટરોમાં અનેક પશુઓ પડી ગયાના બનાવ વચ્ચે હજુ સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હોય ત્યારે તંત્ર આવો કોઈ બનાવ બને પછી જ કાર્યવાહી કરશે કે શુ ?