Sunday - Aug 16, 2026

વાંકાનેરમાં કારમાંથી રૂ.1 લાખના દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેરમાં કારમાંથી રૂ.1 લાખના દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસની ટીમે વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામના બોર્ડ પાસે રોડ પરથી આરોપી રામદેવસિંહ ગજુભા ઝાલા ઉ.વ.૩૬ ધંધો,ખેતી રહે.રાયસંગપર તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળાને કારમાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની શીલપેક બોટલ નંગ ૧૬૮ કિ રૂ.૧,૦૧,૫૫૬/- સાથે પકડી લઈ કુલ રૂ. ૪,૦૧,૫૫૬/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂનો જથ્થો વિશાલ ગોરધનભાઈ કોળી રહે.વરડુસર તા.વાંકાનેર વાળાએ મંગાવ્યો હોવાનું ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.