વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની સીમમાં વાડી ધરાવતા દેવરાજભાઈ વજુભાઇ રાઠોડ ઉ.વ.18 નામના યુવકે ગત તા.21 એપ્રિલના રોજ સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર વાડીએ ઝેરી દવા પી લેતા વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ બોટાદ, કુવાડવા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં લઈ જતા તા.29ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.