Sunday - Aug 16, 2026

માળીયા મિયાણામાં ડિવાઈડર કૂદીને ડમ્પરે કારને ટક્કર મારી, 3 ઘાયલ

માળીયા મિયાણામાં ડિવાઈડર કૂદીને ડમ્પરે કારને ટક્કર મારી, 3 ઘાયલ

મોરબી : મોરબી - કચ્છ હાઇવે પર માળીયા મિયાણા નજીક ત્રણ રસ્તા ઓબરબ્રિજ પાસે ગત તા.22 એપ્રિલે સવારના સમયે હાઇવેનું ડિવાઈડર કૂદીને આવેલા જીજે - 12 - બીવી - 5671 નંબરના ડમ્પર ચાલકે ફરિયાદી પ્રવીણભાઈ મોહનભાઇ વેકરિયા રહે.સાકેત પાર્ક, નાના મવા રોડ, રાજકોટ વાળાની જીજે - 03 - એનપી - 2966 નંબરની ટોયોટા હાઇરાઈડર કારને હડફેટે લઈ અકસ્માત સર્જતાં ફરિયાદી પ્રવિણભાઇ, તેમના પત્ની રીટાબેન અને સાળી સોનલબેનને ઇજાઓ પહોંચાડતા અકસ્માતના બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.