Friday - May 01, 2026

મોરબીમાં સુપર કેરી વાહન અને રીક્ષા વચ્ચેના અકસ્માતમાં એક પેસેન્જરનું મોત

મોરબીમાં સુપર કેરી વાહન અને રીક્ષા વચ્ચેના અકસ્માતમાં એક પેસેન્જરનું મોત

મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર રફાળેશ્વર નજીક ગઈકાલે બપોરના સમયે જીજે - 27 - ટીજી - 6474 નંબરના સુપરકેરી વાહન ચાલકે આગળ જતી ફરિયાદી મુકેશભાઈ રમેશભાઈ સોલંકીની માલિકીની જીજે - 36 - ડબ્લ્યુ - 2215 નંબરની સીએનજી રીક્ષાને પાછળથી ટક્કર મારતા ફરિયાદી મુકેશભાઈ તેમજ રીક્ષામાં બેઠેલા રવિભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઉતમકુમાર નામના મુસાફરને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે રીક્ષા ચાલક મુકેશભાઈ રમેશભાઈ સોલંકીની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે સુપર કેરી વાહનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.