Monday - May 04, 2026

વાંકાનેરના વઘાસિયામાં મજૂરીના બાકી રૂપિયાની ઉઘરાણી મામલે કારખાનાની મશીનરી ટ્રક ભરી તોડફોડ, લીધી

વાંકાનેરના વઘાસિયામાં મજૂરીના બાકી રૂપિયાની ઉઘરાણી મામલે કારખાનાની મશીનરી ટ્રક ભરી તોડફોડ,  લીધી

લેબર કોન્ટ્રાકટર સહિત બાર લોકો વિરુદ્ધ કારખાનેદારે ફરિયાદ નોંધાવી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીમાં મજૂરીના બાકી પૈસાની ઉઘરાણી કરવા આવેલ લેબર કોન્ટ્રાકટર સહિતના 12 શખ્સોએ કારખાનામાં બળજબરીથી ઘુસી મશીનરીમાં તોડફોડ કરી આઇસરમાં મશીનરી ભરી લેતા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા આઇસર અને મશીનરી કબ્જે કરી પોલીસે કારખાનેદારની ફરિયાદના આધારે 12 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

મોરબીના નરસંગ સોસાયટી વિસ્તારમાં રહેતા અને વઘાસિયા ગામની સીમમાં ભાગીદારીમાં કુશો ગ્રેનિટો નામની સિરામિક ફેકટરી ધરાવતા આનંદભાઈ રમેશભાઈ વાઘડિયા ઉ.વ.35 નામના યુવાને આરોપી ભીષ્મ પાંડે, પ્રકાશ ભરવાડ, આનંદ કૈલા, શશી પ્રકાશભાઈ તેમજ અજાણ્યા આઠ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.26 ડિસેમ્બરના રોજ તમામ આરોપીઓ મજૂરીના પૈસાની ઉઘરાણી માટે તેમના કારખાને આવ્યા હતા અને આરોપી આનંદ કૈલાના કહેવાથી કારખાનાની મશીનરી આઇસર ટ્રકમાં ભરી લઈ ગ્લેજ, કિલન સહિતના વિભાગમાં તોડફોડ કરી પેનલમાં રૂ.75 લાખનું નુકશાન કર્યું હતું. જો કે, ઘટના અંગે સિક્યુરિટીએ ફરિયાદીને જાણ કરતા પોલીસ મથકે ફોન કર્યો હતો.જેથી પોલીસે તમામ મશીનરી સાથેનો ટ્રક મુકાવી દીધો હતો. આ ઘટનામાં મજૂરીના પૈસા બાકી હોવાથી આરોપીઓએ આ કૃત્ય આચર્યું હોવાનું જાહેર કરાયુ હતું.હાલ વાંકાનેર તાલુકા પોલીસે 12 શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.