મોરબી હળવદ રોડ ઉપર ઊંચી માંડલ પાસેની ખાનગી વાહનમાં ઉપર બેસીને મુસાફરોએ જોખમી સવારી કરી હોવાનું બહાર આવતા આ ઘટનામાં મોરબીમાં પણ રાજકોટવાળી થાય તો બચવું મુશ્કેલ છે. જો સંભવિત દુર્ઘટનાથી અજાણ મુસાફરોની બેફિકર યમલોકના દર્શન કરાવે તેવી છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્ર હરકતમાં આવ્યું હોય એમ જોખમી પબ્લિક પ્લેસ સામે આકરી કાર્યવાહી કરી રહ્યું છે. દરમિયાન મોરબીમાં મુસાફરો અને ખાનગી વાહન ચાલકની મોટી બેદરકારીનો ગંભીર મામલો સામે આવ્યો છે. મોરબી હળવદ રોડ ઉપર ઊંચી માંડલ મધ્યપ્રદેશ પાર્સિંગની ઇકો કાર પુરપાટ ઝડપે જઈ રહી હતી.. તેની છત ઉપર ત્રણથી ચાર વ્યક્તિ સામાન સાથે બેસી ગયા હતા. જો કે આ વાહન ચાલકની મોટી બેદરકારી એ છે કે વધુ ભાડાની લાલચથી અંદર અને ઉપર ઠસોઠસ મુસાફરોને ભર્યા હોય પણ કદાચ ન કરે નારાયણ અને અકસ્માત સર્જાઈ તો બચવું મુશ્કેલ બની જાય. જો કે કાર ચાલકે બેદરકારી દાખવી હોય પણ પરાણે તો તેને આ લોકોને બેસાડ્યા ન હતા. તેતબી કાર ઉપર બેઠેલા લોકોએ તો સમજવું જ જોઈએ કે તેમના જીવ ઉપર જોખમાં છે. કારણ કે ઉપરથી નીકળતી વીજ લાઈન ખતરારૂપ હોય આ ગંભીર બાબતને એક નાગરિકે મોબાઇલમાં શૂટ કરીને તંત્રને ધ્યાન દોર્યું છે.