વાંકાનેરના કોઠારિયા ગામ આમ તો ઘરના રાચ રચીલા સાથે આધુનિક બન્યું છે. પણ સુવિધાઓની કમી હોવાથી અનેક ખાલીઓ ધ્યાને આવી છે.જેમાં ગામની સૌથી વધુ 5 હજારની વસ્તી હોય અને આ બધી જ વસ્તી ખેતી ઉપર નભતી હોવા છતાં ખેડૂતો દરેક સીઝનમાં પૂરતો પાક લઈ શકતા નથી. એનું કારણ છે કે ગામમાં કેનાલ નીકળતી હોય પણ સીઝનમાં એક જ વખત પાણી છોડાતું હોવાથી ખેડૂતો માત્ર એક જ એ પણ ખરીફ નહિ પણ રવિ પાક લઈ શકે છે.
વાંકાનેરના કોઠારિયા ગામના લોકોના જણાવ્યા મુજબ વર્ષો જુના આ ગામની સૌથી વધુ 5 હજારની વસ્તી હોય અને આ વસ્તીનો મુખ્ય વ્યવસાય ખેતી હોવા છતાં તેમના ગામે નીકળતી કેનાલમાંથી એક પાક લઈ શકાય તેટલું પાણી મળે છે. જ્યારે આ ગામમાં આરોગ્ય કેન્દ્ર હોય પણ એના માટે અલગ બિલ્ડીંગ આજ સુધી બનાવવામાં આવ્યું નથી તે તંત્ર અને સરકાર માટે શરમજનક છે . નવા બિલ્ડીંગની માંગ કરવા છતાંય આ સુવિધા ન મળતા હાલ આરોગ્ય કેન્દ્ર સ્કૂલના એક રૂમમાં ચાલે છે. જ્યારે આ ગામમાં 45 ટકા રોડ રસ્તા સારા બન્યા છે. બાકીના રસ્તા હજુ ખખડધજ છે. હજુ સુધી ગામની અંદરના રસ્તાનું કામ પૂર્ણ ન થતા લોકોને ચોમાસામાં ભારે હાલાકી થાય છે. ગામમાં ધો.1-8 સુધીની કુમાર અને કન્યા શાળા હોય વસ્તી વધુ હોય એટલે ગામમા માધ્યમિક સ્કૂલ બનાવવાની સરકારને રજુઆત કરાઈ છે. ભૂગર્ભ ગટરનું પણ 60 ટકા જ કામ થયું હોય અને સ્વચ્છતા અભિયાન માટે રીક્ષા આપેલી હોય કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય છે. તેમજ આ ગામને જોડતા હડમતીયાં અને ટંકારાને જોડતો માર્ગ કાચો છે. જ્યારે પીવાના પાણીની લાઈન અને બોરની લાઈન ભેગી હોવાથી આ બન્ને લાઈનને અલગ અલગ કરવાની સરકારને રજુઆત કરાઈ છે.