Sunday - May 26, 2024

માળીયાના વાધરવા ગામે મુસીબત કયારેક જ ટપકતી હોય બાકી એકદમ ગામલોકો ખાધેપીધે સુખી

માળીયાના વાધરવા ગામે મુસીબત કયારેક જ ટપકતી હોય બાકી એકદમ ગામલોકો ખાધેપીધે સુખી

મોરબીમાં સૌથી વધુ અવિકસિત તાલુકો ગણાતો માળીયા પંથકમાં બધા જ  ગામોને કોઈને કોઈ સુવિધા કે  સમસ્યાઓ ઇધોઇની જેમ ખાઈ રહી હોવાની વચ્ચે એક ગામમાં પરિસ્થિતિ ઘણી જ સારી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. જેમાં માળીયાનું વાધરવા વર્ષોથી ખાંઘેપીધે સુખી સંપન્ન છે. ગામથી લોકોની હિજરત ઘણી ઓછી થઈ છે. પણ ભૂકંપ પછી વાધરવા ગામમાંથી બે ગામો જુદા પડ્યા છે. જેમાં અજુનનગર અને ભરતનગર એમ બે ગામો નવા બન્યા બાદ પણ આ બે નવા ગામની પંચાયત અલગ નહિ પણ વાધરવાની ગ્રામ  પંચાયત જ લાગુ પડે છે.

માળીયા તાલુકાનું વાધરવા ગામના સરપંચ કહે છે કે,તેમનું ગામ આશરે 300 400 વર્ષ જૂનું ગામ છે. આ નવા બનેલા બે ગામ અને વાધરવા ગામની હાલ અંદાજે 1 હજાર જેટલી વસ્તી રહેતી હોય પણ સરકારી ચોપડે અ ગામ કુલ વસ્તી 1500ની આસપાસ બોલે છે. ગામના મોટાભાગના લોકો ખેતી ઉપર જ નભે છે. પાણી, રોડ રસ્તા, લાઈટ, સિંચાઈ, ગટર, આંગણવાડી, એક સરકારી સ્કૂલ અને  બીજી હાઇસ્કુલ સહિતની મોટાભાગની સુવિધા હોવાથી ગામના મોટાભાગના લોકો એટલે 95 ટકા જેટલા શિક્ષિત છે. જો કે ખેતીમાં ક્યારેક સંકટ આવે છે. બાકી ગામની ખેતી એકદમ ખુશહાલ છે. તેનું કારણ એ છે કે, આ ગામથી કેનાલ નીકળતી હોય તેમજ વર્ષો જુનું ગામમાં તળાવ આવેલું હોય એ બન્ને જળ ભંડારોમાંથી ખેડૂતોને ત્રણે ત્રણ પાક લેવા માટે પિયતની વ્યવસ્થા થઈ જાય છે. એટલે આખું ગામ ખેતી કરતું હોય આ ગામ ખાધેપીધે વર્ષોથી સુખી સંપન્ન છે. ગામને અત્યારે એકપણ પ્રશ્ન પજવતો નથી.