Monday - Apr 27, 2026

મોરબીના રામપર ગામે યુવાનોએ નોકરી ધંધા અર્થે શહેરોમાં પ્રયાણ કરતા હવે ગામમાં માત્ર વૃદ્ધો જ બચ્યા

મોરબીના રામપર ગામે યુવાનોએ નોકરી ધંધા અર્થે શહેરોમાં પ્રયાણ કરતા હવે ગામમાં માત્ર વૃદ્ધો જ બચ્યા

મોરબી જિલ્લો બન્યા બાદ જામનગર હસ્તક રહેલા આમરણ ચોવીસી એટલે આમરણ સહિત ચોવીસ ગામ મોરબી જિલ્લા તે વખતે ભેળવવામાં આવ્યા બાદ આ ગામોનો જરાય વિકાસ જ થયો નથી. હજુ પણ આ ગામો સુવિધાઓ માટે ઝઝૂમી રહ્યા છે. એમાનું એક ગામ એટલે, મોરબી નજીક આવેલ રામપર પડાબ્રેકર ગામ છે. જ્યારે દૂધઇથી રામપર પાડાબ્રેકર ગામ સુધીનો માર્ગ કાગળ પર અકિત થઈને રહી ગયો છે. કારણ કે,  ત્રણ વર્ષ પહેલાં રોડ મંજુર થયો હોવા વાસ્તવિક અમલીકરણ ન થયું હોવાથી રોડ માટે ફાળવેલી મોટી ગ્રાન્ટ કોણ હજમ કરી ગયું ? તે તપાસનો વિષય છે.

મોરબીના રામપર ગામે યુવાનોએ નોકરી ધંધા અર્થે શહેરોમાં પ્રયાણ કરતા હવે ગામમાં માત્ર વૃદ્ધો જ બચ્યા

રામપર પડાબ્રેકર ગામના અગ્રણી કહે છે કે, આ ગામની અત્યારે વસ્તી 350 જેટલી જ બચી  છે. 70 વર્ષ જુના આ ગામ અગાઉ જામનગરમાં હોય પણ હવે મોરબી જિલ્લામાં સમાવિષ્ટ થતા દરિયા કિનારે ટીમના નામથી આ ગામનું નામ રામપર પાડાબ્રેકર પડાયું છે. 350 જ વસ્તી બચી હોય એમાં સિંચાઈ કે ચોમાસુ જવાબદાર નથી. હકીકતમાં સિંચાઈ માટે કેનાલમાંથી જોઈએ તેટલું પાણી મળે છે અને હમણાંથી ચોમાસુ પણ સારું જાય છે એટલે ગામમાં કૃષિ પેદાશમાં કોઈ જાતની અગવડતા નથી. ગામમાં સારા રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ગટર, ઘરેઘરે શૌચાલય, સ્કૂલ, આંગણવાડી, પાણી સહિતની સુવિધાઓ છે. પણ મોટા વડીલો કહે એમ કે, બે ચાર ચોપડી ભણીને પોતાને જ્ઞાની સમજવી એ નરી મુર્ખતા છે. એટલે યુવાનો પણ પોતાના મનગમતા વ્યવસાય પાછળ દોટ લગાવી તનતોડ મહેનત કરે છે.. પૂરેપૂરું તો નહીં પણ અડધું શિક્ષણ લઈ લીધા બાદ ગામના યુવાનોની લાઈફ સ્ટાઇલ બદલાય હોવાથી એમને ખેતી કરવી એ એમની શાનની ખિલાફ હોય ઉત્તરોતર  સારી નોકરી, વ્યવસાય માટે શહેરીકરણ થતું ગયું અને હાલ એ સ્થિતિ ઉપર આવી ગયા કે, બધા જ યુવાનો શહેરમાં અને બધા જ વૃદ્ધો ગામમાં રહી ગયા.