મોરબી : વાંકાનેર તાલુકાના ઠીકરિયાળા ગામે રામજી મંદિર ચોકમાં પ્રાચીન ગરબી યોજાતી હોય તા.8ના રાજ રાત્રીના બાળાઓ રાસ ગરબા રમતી હતી ત્યારે આરોપી હર્ષદ રાજાભાઈ નાકિયા રહે.ઠીકરિયાળા, દેવ ડાભી રહે.કુવાડવા અને અન્ય એક અજાણ્યા શખ્સે પોતાનું બાઈક ત્રણ વખત રાસ ગરબા રમતી બાળાઓ વચ્ચે નાખી બાળાઓની છેડતી કરવા પ્રયાસ કરતા ગરબી મંડળના સભ્ય અશ્વિનભાઈ ગેલાભાઈ માંડાણીએ ત્રણેય શખ્સોને રોકતા આરોપી દેવ ડાભીએ છરી બતાવી ત્રણેય આરોપીઓએ ઢીકા પાટુનો માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.