Sunday - Jul 05, 2026

હળવદમાં ઘેટા બકરાએ પાકને નુકશાન કરતા ખેડૂતોએ ઠપકો આપવાથી મામલો બીચકાયો

હળવદમાં ઘેટા બકરાએ પાકને નુકશાન કરતા ખેડૂતોએ ઠપકો આપવાથી મામલો બીચકાયો

હળવદ તાલુકાના ભલગામડાં ગામની સીમમાં ઘેટા બકરાએ પાકને નુકશાન કરી શેઢા ફરતે મુકેલ ઝટકાના વાયર તોડી નાખતા ખેડૂતે માલધારીને ઠપકો આપતા મામલો બીચકાયો હતો. આથી 8 શખ્સોએ બે મહિલા તેમજ બે પુરુષો ઉપર લાકડી, પાઈપ, ધારીયા અને સોરીયા વડે હુમલો કર્યાની ફરિયાદ દાખલ થતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

હળવદ તાલુકાના ભલગામડાં ગામે ખેતીનો વ્યવસાય કરતા અને ખેતરે જ રહેતા ગણપતભાઈ ઘનશ્યામભાઈ ભાટિયાએ તે જ ગામમાં રહેતા નારણભાઈ ઉર્ફે સામંતભાઈ મશરુભાઈ ધ્રાંગીયા, દિનેશભાઈ ટીડાભાઈ ધ્રાંગીયા, લાખાભાઈ ડાહ્યાભાઈ ધ્રાંગીયા, બાબુભાઈ સંગ્રામભાઈ,  કરશનભાઈ પબાભાઈ ધ્રાંગીયા, દેવાભાઈ આલાભાઈ ધ્રાંગીયા, વિહાભાઈ જલાભાઈ ધ્રાંગીયા અને પુનાભાઈ ઉર્ફે પુનીયો રાઘવભાઈ ગમારા  સામે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓએ તેમના કૌટુંબિક ભાઈ ઇન્દ્રજીતભાઈ પચાણભાઈ ભાટિયા અને યુવરાજભાઈ પચાણભાઈ ભાટિયાની વાડીમાં ઘેટા બકરાએ ચરાવી પાકને નુકશાન કરતા ઠપકો આપતા બાદમા અન્ય આરોપીઓ ઉપરાણું લઈને આવી વાડીએ ફક્ત મહિલાઓ જ હાજર હોય ત્યારે આરોપીઓએ સાહેદ કોમલબેન અને હંસાબેન સાથે ગાળા ગાળી કરી ગણપતભાઈ અને પ્રવીણભાઈ ઝઘડો નહિ કરવા સમજાવવા જતા તમામ આઠ આરોપીઓએ કરી લાકડી, ધારીયું અને સોરીયા વડે હુમલો કરી ફરિયાદી તેમજ સાહેદોને ઇજાઓ પહોંચાડી હતી.