મોરબી શહેરના સો ઓરડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ લાલજીભાઈ ચૌહાણ ઉ.35 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરીને જીવતર ટૂંકાવ્યું હતું. આ બનાવ બાદ યુવાનની ડેડબોડીને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાઇ હતી. આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.