પ્રખર સામાજિક સુધારક, બંધારણના મહાન શિલ્પકાર અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિની ભારતીય જનતા પાર્ટીના દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.આજ રોજ વાંકાનેર નગરપાલિકા ખાતે વાંકાનેર ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ની અધ્યક્ષતામાં બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકા સદસ્યો તેમજ વાંકાનેર ભારતીય જનતા પાર્ટીનાં બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.