Saturday - Jul 04, 2026

હળવદના માથકમાં આ ખેતર તમારા બાપનું નથી કહી પિતા-પુત્ર પર કાર ચડાવી ધમકી આપી

હળવદના માથકમાં આ ખેતર તમારા બાપનું નથી કહી પિતા-પુત્ર પર કાર ચડાવી ધમકી આપી

હળવદ : હળવદ તાલુકાના માથક ગામથી રણછોડગઢ જવાના રસ્તે ખેતરમાં વાડ કરી રહેલા પિતા પુત્ર પર કારમાં આવેલ માથક ગામના જ શખ્સે ખેતર તમારા બાપનું નથી કહી પિતાપુત્રો પર કાર ચડાવી દઈ જાનથી મારી નાખવા ધમકી આપી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

હળવદ તાલુકાના માથક ગામે રહેતા કાળુભાઇ ખોડાભાઈ ડાંગરે આરોપી મિતરાજસિંહ હરપાલસિંહ ઝાલા રહે.માથક વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.7ના રોજ સાંજના સમયે તેઓ ખેતરની વાડ કરતા હતા ત્યારે આરોપી મિતરાજસિંહ જીજે -21 - એએચ - 1179 નંબરની કાર લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે અહીં શુ કરો છો, આ ખેતર તમારા બાપનું નથી કહી બાદમાં આરોપીએ ગાળો બોલી જાનથી મારી નાખવા ધમકી આપી પિતાપુત્ર પર ગાડી ચડાવી દેતા ખોડાભાઈને હાથમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી તેમજ બાઇકમાં નુકશાન પહોંચ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.