Saturday - May 16, 2026

મોરબીમાં યુવકને મરવા મજબુર કર્યાના કેસમાં બે યુવતી સહિત 5 ઝબ્બે

મોરબીમાં યુવકને મરવા મજબુર કર્યાના કેસમાં બે યુવતી સહિત 5 ઝબ્બે

મોરબીના સિરામિક સિટીમાં રહેતા મૂળ ટંકારાના લજાઈ ગામના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ગાડીનો વ્યવસાય કરતા પરણિત યુવાનના આપઘાત કેસમાં સ્પામાં કામ કરતી મિઝોરમની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ આ યુવતીના ત્રાસને કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાના બનાવમાં પોલીસે મિઝોરમની વધુ બે યુવતી સહિત 5 લોકોની ધરપકડ કરી છે.

મોરબી સીરામીક સિટીમાં રહેતા ધ્રુવભાઈએ મિઝોરમની મારિયા નામની યુવતી સાથે રહેતા હોય પણ આ ધ્રુવભાઈએ યુવતીના ત્રાસના કારણે આપઘાત કરી લેરા મરવા મજબૂત કર્યાની યુવતી સામે ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આપઘાત કરતા પહેલા મૃતક ધ્રુવભાઈએ તા.10 જુલાઈના રોજ ફોન કરી પૈસાની જરૂરત હોવાનું જણાવ્યું હતું. સાથે જ મારિયાએ અમદાવાદ ખાતે પોતાનું અપહરણ થયાની ખોટી ફરિયાદ કરવાનું કહી થલતેજના લાલજી ભરવાડ નામના પોલીસ કર્મચારી સાથે મળી પૈસા પડાવવા પ્રયત્ન કરતા કોયલી ગામના વિશાલ બોરીચા પાસે ગાડી ગીરવે મૂકી પૈસા લીધા હોય પૈસાની જરૂર પડી હોય તાત્કાલિક પૈસા મોકલવા કહેતા ધ્રુવભાઈના ભાઈ મુકુન્દભાઈએ 6000 રૂપિયા ગુગલ પે કર્યા હોવાનું જણાવ્યું હતું. આ બનાવમાં પોલીસે મિઝોરમની મારિયા નામની યુવતીની તેમજ લાલ બીઆખી અને લાલાવમ કિમી રહે. મિઝોરમ, સંદીપ પ્રજાપતિ રહે.અમદાવાદ, પ્રદીપ પોલી રહે. કલકતા હાલ અમદાવાદ, વિશાલ બોરીચા રહે.કોયલી મળી વધુ 5 લોકોની ધરપકડ કરી છે.